બોલિવૂડના એક્શન ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ની આગામી ફિલ્મ ‘ગોરખા’(Gorkha)ના પોસ્ટરમાં મોટી ભૂલ હોવાનું સામે આવ્યું છે. હાલમાં Akshay kumar આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં એક મોટી ભૂલ હોવાનું નિવૃત્ત ગોરખા રેજિમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું.
આ ફિલ્મ એક બાયોપીક છે, જેમાં અક્ષય કુમાર વોર હીરો મેજર જનરલ ઇયાન કાર્ડોઝોનું કિરદાર નિભાવી રહ્યો છે.. આ ફિલ્મના પોસ્ટરમાં અક્ષય કુમાર હાથમાં ખુખરી લઇને જનરે પડી રહ્યો છે.. પરંતુ અક્ષય કુમારે પોસ્ટરમાં ખુખરી પકડી છે તેની રીત ખોટી હોવાનું નિવૃત્ત ગોરખા રેજિમેન્ટના અધિકારીએ ટ્વિટ કરીને જણાવ્યુ હતું…
તેમણે અક્ષય કુમારને ટેગ કરતાં ટ્વિક કર્યું હતુ કે ‘ પ્રિય અક્ષય કુમારજી પૂર્વ એક્સ ગોરખા ઓફિસર હોવાના નાતે આ ફિલ્મ બનાવવા બદલ તમારો આભાર માનું છું, પરંતુ તમે ખુખરી વ્યવસ્થિત રીતે પકડો, કેમ કે ખુખરીનો ધારદાર હિસ્સો સામેની સાઇડ આવશે, આ તલવાર નથી’.
નિવૃત્ત અધિકારીએ ફોટો શેર કરતા કેવી રીતે ખુખરી પકડાય એની પણ જાણકારી અક્ષય કુમારને આપી હતી.. આ ટ્વિટ પછી અક્ષય કુમારે ભુલ દેખાડવા બદલ નિવૃત્ત અધિકારીનો ટ્વિટર કરીને આભાર માન્યો હતો..