પટનાના (PATNA) આલમગંડ વિસ્તારમાં લેબર ઈન્સફોર્સમેંટ (Labor enforcement) અધિકારીના ઘરમાં મોનેટરિંગ સેલે (Monitoring cell)રેડ કરી. અત્યાર સુધીમાં 2.25 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. ઉપરાંત કરોડો રૂપિયાની જ્વેલરી અને, જમીનના કાગળીયા પણ મળ્યા છે. ઘણાં ઘણી બેંકોની પાસબુક, ક્રેડિટ કાર્ડ, એફડી પણ મળી આવી છે. તમામ દસ્તાવેજોને મોનિટરીંગ સેલે જપ્ત કરી લીધા છે.
આવા પુરૂષો પિતાના નામે કલંક છે, દહેજ ન મળ્યુ તો બાળકોને ઝેર આપી દીધુ
આલમગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંજરંગપુરીના શ્રીરામ પથમાં હાજીપુર ના લેબર ઈન્ફોર્સમેન્ટ અધિકારી દિપક શર્માનું ઘર છે. શનિવાર સવારે મોનિટરીંગ વિભાગ મળતી માહિતી પ્રમાણે છાપેમારીમાં સોનાના ઘરેણાં, બેંક ની પાસબુક, ક્રેડિટ કાર્ડ અમે સવા બે કરોડ રૂપિયાથી વધુ મળ્યા છે. આમાં કોઈ જમીનના કાગળીયા, ઘણી બેંક પાસબુકો અને એફડીના દસ્તાવેજો પણ મળ્યા છે. મોનિટરીંગ સેલના અધિકારીઓના કહેવા પ્રમાણે દિપક શર્માના ઘરમાંથી જેટલી વસ્તુઓ મળી છે તમામ વસ્તુઓનું લીસ્ટ તૈયાર કરાઈ રહ્યુ છે.
સોશિયલ મીડિયા પર ફેલાઇ સેનામાં ભરતીની અફવા, હજારોની સંખ્યામાં લોકો પહોચી ગયા
9 ડિસેમ્બરના દિવસે પણ મોનેટરીંગ સેલની ટીમે આવક કરતાં વધુ સંપત્તિ મામલે મોતિહારીના ઉત્પાદન અધિક્ષક અવિનાશ પ્રકાશના ઘરમાં છાપેમારી કરી હતી. તેમના ઘરેથી પણ 23 જમીનના કાગળીયા, બેંક એકાઉન્ટ, એલઆઈસીના કાગળીયા સાથે કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી.
સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર કેળવી મિત્રતા, ગેસ્ટહાઉસમાં લઇ બાંધ્યો શારિરીક સંબંધ
ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારમાં સરકારે કરેલા કડક નિયમો બાદ ધીમે ધીમે ભ્રષ્ટાચારનું પ્રમાણે ઘણી રહ્યુ છે. જો કે હજુ પણ ઘણી જગ્યાઓ એવી છે જ્યાં ભ્રષ્ટાચાર સિવાય કામ થતુ નથી.