કોરોના મહામારી આવ્યા બાદ દુનિયાના ટોપ-10 અબજોપતિઓની સંપત્તિમાં લગભગ બમણો વધારો થયો છે. તેમાં ટેસ્લા ઇન્કના માલિક એલન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પણ સામેલ છે.
કોરોના મહામારીના કટોકટી કાળ દરમિયાન ધનાઢ્યોની સંપત્તિ દિવસે બમણી ને રાત્રે ચાર ગણી ઝડપે વધી છે જ્યારે બીજી બાજુ ગરીબ લોકો વધુને વધુ ગરીબ બન્યા છે. કહેવાય છે કે, દુનિયાની 90 ટકા સંપત્તિ ઉપર વિશ્વના માત્ર 10 લોકોનું વર્ચસ્વ છે. એક સંશોધન મુજબ દુનિયાના આ સૌથી મોટા 10 ધનકુબેરોની સંપત્તિ કોરોના કાળમાં બમણી થઇ ગઇ છે.
દરરોજ 1.3 અબજ ડોલર સંપત્તિ વધી…
ઓક્સફેમની રિપોર્ટ મુજબ કોરોના કાળ દરમિયાન ધનાઢ્યોની સંપત્તિમાં લગભગ 5 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. દુનિયાના સૌથી મોટા 10 ધનપતિઓની કૂલ સંપત્તિ માર્ચ 2020માં 8.6 લાખ કરોડ ડોલર હતી, જે નવેમ્બર 2021 સુધીમાં વધીને 13.8 લાખ કરોડ ડોલરે પહોંચી ઘઇ છે. અગાઉ 14 વર્ષમાં જેટલી સંપત્તિ વધી જેટલો વધારો માત્ર કોરોનાકાળમાં થયો છે. આ રિપોર્ટ મુજબ દુનિયાના 10 સૌથી મોટા અબજોપતિઓની સંપત્તિમાં દરરોજ લગભગ અધધધ… 1.3 અબજ ડોલરનો ઉમેરો થયો છે અને આ દરમિયાન કુલ સંપત્તિ બમણી વૃદ્ધિ થઇ ગઇ છે.
કોની સંપત્તિ કેટલી વધી
કોરોના મહામારી આવ્યા બાદ દુનિયાના ટોપ-10 અબજોપતિઓની સંપત્તિમાં લગભગ બમણો વધારો થયો છે. તેમાં ટેસ્લા ઇન્કના માલિક એલન મસ્ક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ પણ સામેલ છે. રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ હવે દુનિયાના આ ટોપ-10 ધનાઢ્યો લોકોની સંપત્તિ દુનિયાના લગભગ 3.1 અબજ ગરીબોની તુલનામાં 6 ગણા મોટા થઇ ગયા છે.
સંપત્તિ કેવી રીતે વધી
કોરોનાકાળમાં ધનાઢ્યોની સંપત્તિમાં વધારો થવા પછળનું કારણ શેરબજારમાં તેજી છે. ઉપરાંત વિવિધ દેશોની મધ્યસ્થ બેન્કો દ્વારા સરળ નાણાંકીય નીતિને કારણે પણ તેમનો મોટો ફાયદો થયો છે. કોરોના મહામારીની પ્રતિકુળતાઓનો સામનો કરવા માટે વિવિધ મધ્યસ્થ બેન્કોએ હજાર કરોડ ડોલર અર્થતંત્રમાં ઠાલવ્યા છે જેથી અર્થવ્યવસ્થાને મજબૂત રાખી શકાય. આ કરોડ ડોલરમાંથી મોટા ભાગના નાણાં ધનાઢ્યોના ખિસ્સામાં ગયા છે. સરકારની સરળ નાણાકીય નીતિનો સૌથી વધુ ફાયદો ધાઢ્યોને જ મળ્યો છે.
ધનાઢ્યો પાસેથી ઉંચો ટેક્સ વસૂલવા ભલામણ
રિપોર્ટમાં કહેવાયુ છે કે, સરકારે સુપર-રીચ લોકો પાસેથી ભારે ભરખમ ટેક્સ વસૂલવો જોઇએ તેમના તરફથી મળતા નાણાંનો ઉપયોગ કોરોના વેક્સીન અને આરોગ્ય લક્ષી સેવાઓને વધુ સુવ્યવસ્થિત કરવા માટે કરવો જોઇએ.