દિવાળીના તહેવારમાં આપણા દેશમાં મોટા પ્રમાણમાં સોનાની ખરીદી થાય છે,જો,કે 2021માં દિવાળીમાં થોડો અલગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, લોકો હવે સોનાની જગ્યાએ એક અલગ વસ્તુમાં ઈન્વેસ્ટ કરી રહ્યા છે જે છેલ્લા કેટલાક દિવસથી જોરદાર તેજી દેખાડી રહ્યો છે, જી હાં વાત છે બીટકોઈનની (BITCOINE) આ વર્ષે દિવાળીના દિવસોમાં જો તમે સોનાની જગ્યાએ બીટકોઈન પર તમારૂ નસીબ અજમાવશો તો તમારી દિવાળી સુધરી
જશે.
એક રીપોર્ટના આધારે બોલીવૂડના એક્ટર અને એક્ટ્રેસ દિવાળી પહેલાં અલગ અલગ ક્રિપ્ટો કરન્સીમાં મોટાપ્રમાણમાં ઈન્વેસ્ટ કરી રહ્યા હોવાથી તેનો ભાવ આસમાને પહોંચી રહ્યો છે,ભારતના બે મુખ્ય ક્રિપ્ટોપ્લેટફોર્મમાં બે સેલિબ્રીટી અમિતાભ બચ્ચન અને રણવીરસિંહના પૈસા ઈન્વેસ્ટ થયા છે.જ્યારે ક્રિપ્ટો કરન્સી સાથે કોઈ સેલિબ્રીટી જોડાઈ જાય છે ત્યારે તેની વાત વાયુ વેગે પ્રસરી જાય છે જેના કારણે ક્રિપ્ટોના ભાવ ઉંચકાતા જરા પણ સમય લાગતો નથી અને તેમાં પણ અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ સ્ટાર આમાં ઈન્વેસ્ટ કરતાં હોય તો તેમના ફેન્સ પણ તેમાં ઈન્વેસ્ટ કરી શકે છે,
જેના કારણે પણ કરન્સીના ભાવ વધી શક્યતાઓ રહેલી છે.
માર્ચ 2020માં વિવિધ કોર્ટો દ્વારા ક્રિપ્ટો કરન્સી ટ્રેડિંગ પર પ્રતિબંધો દુર કર્યા બાદ સરકાર હવે ક્રિપ્ટો ટ્રેડિંગ પર કાયદો બનાવાની પ્રક્રિયા કરી રહી છે, જેનાથી રોકાણકારોના પૈસા ડુબે નહી. આમ જોવા જઈએ તો એકલા ભારતમાં જ સેલિબ્રીટી ક્રિપ્ટો કરંસીમાં ઈન્વેસ્ટ કરતાં હોવ તેવુ નથી દુનિયાના ઘણાં અન્ય સેલેબ્સ પર આમાં ઈન્વેવ્ટ કરે છે, અમેરીકામાં ફુટબોલ સ્ટાર ટોમી બ્રેડી અને સુપર મોડલ ગિસેલે બુંડચેન FTX માં ભાગીદારી છે.પેરીસ હિલ્ટન, કિમ કાર્દશિયન અને સ્પૂન ડોગે પણ અલગ અલગ ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેંટ કરી રાખ્યુ છે.