મહેસાણાઃ મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ પંચમહાભૂતમાં વિલિન થયા હતા. રવિવારે ડેન્ગ્યૂના કારણે અવસાન થતા આજે સિદ્ધપુરમાં અંતિમવિધિ કરવામા આવી છે. તેમની અંતિમવિધિ તેમના ભાઇના હાથે પૂર્ણ કરવામાં આવી હતી.
અગાઉ ઊંઝા એપીએમસી ખાતેથી તેઓની અંતિમયાત્રા કઢાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના સ્નેહીજની હાજરીમાં તેમના ભાઇએ વિધિ કરી હતી. આશાબેનના નિધન બાદ મહેસાણામાં શોકનો માહોલ છવાયો છે. ઊંઝા શહેરની બજારો, માર્કેટ યાર્ડ આજે બંધ રહેશે. વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને આશાબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
આશાબહેન પટેલના પાર્થિવ દેહને ગઇકાલે ઉંઝા એપીએમસીમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશાબહેન પટેલના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી ઉંડા શોક સાથે શ્રધૃધાંજલિ પાઠવી હતી. સીએમ આશાબેનના પરિવારજનોને પણ મળ્યા હતા.