મહારાષ્ટ્ર વિધાનસભામાં નવા સ્પીકરની પસંદગી માટે ઓપન મતદાન થયું હતુ. જેમાં ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરીને મરાઠી રાજકારણમાં હલચલ મચાવનાર મુખ્યમંત્રી એકનાથ શિંદેનું પ્રથમ શક્તિ પ્રદર્શન થયું હતુ. ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ સ્પીકર પદ માટે મતદાન કરાવ્યું હતુ. મહારાષ્ટ્ર વિધાનસભાની સ્પીકરની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. વિધાનસભાના સ્પીકરની ચૂંટણી જીતવા માટે 145 મતોની જરૂર હતી. રાહુલ નાર્વેકરને અત્યાર સુધીમાં 164 વોટ મળ્યા છે, જે જીતવા માટે જરૂરી 145 વોટ કરતા 19 વધારે છે.
ઉ્લ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીના ઉમેદવાર રાજન સાલ્વીને હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલ નાર્વેકર 2014 પહેલા શિવસેનામાં જ હતા, પરંતુ તેમને લોકસભાની ટિકિટ મળી નહતી, બાદમાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને NCPમાં જોડાયા હતા. 2014માં તેઓ મવાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ હારી ગયા હતા. પછી નાર્વેકર ભાજપમાં જોડાઈ ગયા હતા.મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની પસંદગી માટે મતદાન યોજાયું હતુ. સમાજવાદી પાર્ટી સ્પીકરની ચૂંટણીમાં મતદાન કરવાથી દૂર રહી હતી. સપાના બે ધારાસભ્યોએ મતદાન કર્યું નહતું.