સ્માર્ટ વોચના શોખીન માટે boat કંપનીએ પોતાની નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. boAt Vertex Smartwatch હાલમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી છે, આ સ્માર્ટવોચ બજેટ સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી છે, જેની ભારતીય બજાર પ્રમાણે કિંમત 2,499 રૂપિયા રાખવામાં આવી છે. આ નવી સ્માર્ટવોચમાં 1.69 HD ડિસ્પ્લે આપવામાં આવી છે અને 200mAHની બેટરી સાથે 10 દિવસનો બેટરી બેકઅપ આપવામાં આવ્યો છે. સાથે જ હાર્ટ રેટ સેન્સરની સાથે બલ્ડ ઓક્સિન સેન્સરનું ફીચર્સ આપવામાં આવ્યું છે.
ગ્રાહકો આ બજેટ સ્માર્ટવોચને ફ્લિપકાર્ટ અને કંપનીની વેબસાઇટ પર ખરીદી શકશે. કંપનીએ આ બજેટ સ્માર્ટ વોચ Realme Band 2,Amazfit Bip U Pro જેવી પ્રોડક્ટ સામે ઉતારી છે. કંપનીએ ગ્રાહકોને આકર્ષવા માટે ચાર કલરમાં આ સ્માર્ટવોચ બજારમાં ઉતારી છે, જેમાં ડીપ બ્લૂ, એક્ટિવ બ્લેક, રેજિંગ રેડ અને કુલ ગ્રે કલર ઓપ્શનમાં ઉપલ્બધ છે. આ સ્માર્ટવોચ સ્ક્વેયર ડાયલ અને 1.69ની hd ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિવાઇઝમાં કંપનીએ 100થી પણ વધારે વોચફેસીસ આપ્યા છે. સાથે જે કંપનીએ 24*7 હાર્ટ રેટ મોનિટ્રિંગ અને બલ્ડ ઓક્સિજન સેન્સર આપવામાં આવ્યું છે. સાથે જ સાત સ્પોર્ટ્સ મોડ્સ આપવામાં આવ્યા છે. એ સિવાય કોલ-મેસેજ એલર્ટસ, સોશિયલ મીડિયા નોટિફિકેશન અને મ્યુઝિક-કેમેરા કંટ્રોલ જેવા અસરકારક ફીચર્સ આપવામાં આવ્યા છે.