વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી એક કંપનીમાં બોઇલર ફાટતા 14 કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે જ્યારે એક વ્યક્તિનું મોત થયુ છે.
વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ કંપનીમાં આજે સવારે પોણા નવ વાગ્યાની આસપાસ બોઇલર ફાટ્યુ હતુ. બોઇલર ફાટતા કંપનીમાં કામ કરતા અનેક કર્મચારી દાઝી ગયા હતા. તમામ કર્મચારીઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ તેમજ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
બ્લાસ્ટની ઘટનામાં નાના બાળકો પણ દાઝ્યા હોવાના અહેવાલ છે. બોઇલર ફાટતા કંપનીની આસપાસની દિવાલ ધરાશાઇ થઇ ગઇ હતી. આ સાથે જ નજીક આવેલા ઘરનો સામાન પણ વેર વિખેર થઇ ગયો હતો.