spot_img

અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝેટીવ, ઐતિહાસિક ક્ષણનો હિસ્સો બનતાં ચુક્યો, ટ્વિટ કરીને આપી જાણકારી

બોલીવુડના ખેલાડી કુમાર એટલે અક્ષય કુમાર ફરીથી કોરોનાથી સંક્રમિત થયો છે. આ જાણકારી ખૂદ અક્ષય કુમારે ટ્વિટર પર એક પોસ્ટ કરીને આપી છે.. અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થવાને કારણે આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં ભાગ લઈ શકશે નહીં.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. અક્ષય કુમારે પોતે ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ચાહકોને આ માહિતી આપી છે. અક્ષય કુમારે ટ્વીટ કરીને લખ્યું, “હું ઇન્ડિયન પેવેલિયન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં સિનેમાને આગળ વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતો, પરંતુ હું હવે તે કરી શકીશ નહીં, કારણ કે હું કોરોના પોઝિટિવ આવ્યો છું. હું આરામ કરીશ. તમને અને તમારી ટીમ અનુરાગ ઠાકુરને ઘણી શુભેચ્છાઓ. હું મારી જાતને બોવ મિસ કરીશ.”

આ વખતે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અનેક રીતે ભારતનું નામ રોશન કરશે. આ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રથમ વખત ભારતને ‘કન્ટ્રી ઓફ ઓનર’નું સન્માન આપવામાં આવી રહ્યું છે. આ વખતે ભારતીય કલા સંસ્કૃતિની ઝલક પણ અહીં જોવા મળશે. આ ફિલ્મ ફેસ્ટિવલના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ દેશને (કન્ટ્રી ઓફ ઓનર)નું સત્તાવાર સન્માન મળી રહ્યું છે અને આ સન્માન ભારતને મળ્યું છે. આ સન્માન એવા સમયે મળી રહ્યું છે જ્યારે ફ્રાન્સ અને ભારત તેમના રાજદ્વારી સંબંધોના 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 75 વર્ષનો થઈ ગયો છે અને આ વખતે આર માધવનની ફિલ્મ રોકેટરીને પ્રતિષ્ઠિત ફેસ્ટિવલના ‘વર્લ્ડ પ્રીમિયર’માં બતાવવા માટે પસંદ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles