Actress Tabassum Died: હિન્દી સિનેમા જગત અને ટેલીવિઝન જગત માટે સેલિબ્રિટીનું હાર્ટ એટેકથી નિધન થવાનાં સમાચાર વધી રહ્યાં છે આ વચ્ચે એક પિઢ અદાકારા તબસ્સુમ ગોવિલનું પણ હાર્ટ એટેકથી નિધન થઇ ગયુ છે. તેમણે 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે.
હાર્ટ ઍટેકથી થયુ નિધન
શુક્રવારે જ તેમને હાર્ટ ઍટેક આવ્યો હતો જે બાદ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને આજે મુંબઈમાં નિધન બાદ તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશનથી જાણીતા
તેમણે બાળ કલાકાર તરીકે કેટલીક હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તો દૂરદર્શનમાં પ્રચલિત ટોક શો ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન નામના શોથી તેમણે લોકપ્રિયતા મળી હતી. તેઓ રામાનંદ સાગરની સિરિયલ રામાયણમાં રામનો અભિનય કરનાર અભિનેતા અરુણ ગોવિલના ભાઈ સાથે પરણ્યા હતા. તેમનો દીકરો કે જેનું નામ હોશાંગ ગોવિલ છે તેણે જ માતાના નિધનના સમાચાર આપ્યા હતા. તેઓને હ્રદય રોગનો હુમલો આવ્યો હતો. અને તેઓની ઉમ્મર 78 વર્ષ હતી.