બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાને 56મો જન્મદિવસ પોતાના ફેન્સ સાથે ઉજવ્યો હતો. જન્મદિવસના આગલા દિવસે સાપ કરડવાથી હોસ્પિટલાઇઝ થયેલ સલમાને પોતાના ફેન્સ સાથે એટલાજ ઉત્સાહથી પોતાનો બર્થડે ઉજવ્યો હતો. સલમાને પોતાના ફેન્સ સાથે જન્મ દિવસની ઉજવણી કરતાં એક ગ્રુપ ફોટો સેશન પણ કર્યું હતું, સાથે સલમાને સાપ કેવી રીતે કરડ્યોએની પણ જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે બોલીવુડ સ્ટાર સલમાન ખાન પોતાના 56માં જન્મદિવસના એક દિવસ પહેલા જ અકસ્માતનો શિકાર બન્યો હતો. સલમાન ખાનને સાપ કરડ્યો છે. જે બાદ સલમાન ખાનને નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પનવેલ ફાર્મ હાઉસ પર સાપ કરડ્યો હતો.