સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાન અને તેની પત્નિ સીમા ખાન ડાયવોર્સ લઈ રહ્યા છે. બંન્નેએ મુંબઈ ફેમિલિ કોર્ટમાં તેની માટે અરજી પણ કરી દીધી છે. સોહેલ ખાન અને સીમાને શુક્રવારના રોજ કોર્ટની બહાર પણ જોવામાં આવ્યા હતા. જો કે બંન્ને અલગ અલગ કોર્ટની બહાર નિકળ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બંન્નેએ અલગ થવાનો નિર્ણય કરી લીધો છે.
Online Fraud બાદ કઈ રીતે પૈસા પાછા મેળવી શકશો ? ડાયલ કરો આ નંબર
રીપોર્ટ પ્રમાણે સોહેલ ખાન અને સીમા શુક્રવારે ફેમિલી કોર્ટમાં હતા. બંન્નેએ પોત પોતાની તરફથી ડાયવોર્સ માટે અરજી પણ કરી દીધી છે. પરંતુ અત્યારે પણ બંન્ને વચ્ચે એટલી જ મિત્રતા છે. જો કે બંન્નેમાંથી કોઈ એક વ્યક્તિએ આ મામલે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી. સીમા ખાનનું સાચુ નામ સીમા સચદેવ છે તેઓ ફેશન ડિઝાઈનર છે. સીમાએ પોતાનુ સલુન પણ ખોલી રાખ્યુ છે. જેનું નામ કલિસ્ટા છે સુઝેન ખાન અને મહીપ કપુર સાથે મળીને તેણે મોટા પ્રમાણમાં લક્ઝરી બુટીક પણ ખોલ્યા છે.
સીમાએ સોહેલ ખાન સાથે 1998ની સાલમાં લગ્ન કર્યા હતા. બંન્નેને બે દિકરા પણ છે. જેમનુ નામ યોહાન અને નિર્વાણ છે. હવે લગ્નને વર્ષ પછી બંન્ને અલગ થઈ રહ્યા છે. 2017ની સાલમાં પણ બંન્નેના અલગ થવાના સમાચાર ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. એક શો દરમિયાન સોહેલ ખાને પોતાના સબંધો પર સીમાને કહ્યુ હતુ કે જ્યારે આપ મોટા થઈ જાઓ છો એટલે આપના સબંધો અલગ દિશામાં જવા લાગે છે. હું એનાથી દુખી નથી કારણ કે આપણા બાળકો ખુશ છે.