નસીબ હોય તો કેરળના કુદાયમપદીમાં રહેતા પેઇન્ટર સદાનંદન જેવુ. સદાનંદને સવારે રાજ્ય સરકારની ક્રિસમસ-ન્યૂ યર બંપર લૉટરીની ટિકિટ ખરીદી હતી અને પાંચ કલાક પછી તે કરોડપતિ બની ગયા હતા.
લૉટરીમાં સદાનંદને 12 કરોડ રૂપિયાનું પ્રથમ ઇનામ જીત્યુ હતુ. મીડિયા સાથે વાત કરતા સદાનંદને જણાવ્યુ કે તે કેટલોક સામાન ખરીદવા માટે બજારમાં ગયા હતા. આ દરમિયાન તેમણે લૉટરીની એક ટિકિટ ખરીદી હતી. આ પહેલા તે કેટલાક વર્ષથી લૉટરીની ટિકિટ ખરીદી રહ્યા હતા. તેમણે ખબર નહતી કે આ રીતે તેમનુ નસીબ ચમકી જશે. તે નાના-મોટા ઇનામની આશા રાખી રહ્યા હતા.
સદાનંદન ઇનામમાં જીતેલી રકમનો ઉપયોગ પોતાના બાળકોના અભ્યાસમાં કરવા માંગે છે.