નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકા પ્રવાસે છે. સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પ્રથમ ટેસ્ટ શરૂ થશે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના વધતા કેસના કારણે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ મળશે નહીં.
અગાઉ સાઉથ આફ્રિકામાં કોવિડના કારણે 2000 લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને હવે દર્શકોને પ્રવેશ અપાશે નહીં. જોકે હજી બીજી ટેસ્ટ માટે ટિકિટોનુ વેચાણ શરુ કરાયુ નથી.આ મેચ ત્રણ જાન્યુઆરીથી જોહિનિસબર્ગમાં રમાવાની છે.