જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જંલધર ગામની તો 10 વર્ષના બાળકની મહાકાય અજગર સામે બહાદુરીનો કિસ્સો સામે આવ્યો છે. આશિષ નામનો બાળક સવારમાં પોતાના ખેતરમાં રમી રહ્યો હતો ત્યારે અચાનક જ શિકારની શોધમાં રહેલા 14 ફુટના મહાકાય અજગરે તેનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો પગ પકડી લીધો હતો.
જો કે હિંમતભેર તેને સામનો કર્યો હતો અને પોતાનો પગ અજગરના મુખમાંથી છોડાવી પોતાનો જીવ બચાવ્યો હતો.
અજગરના ભરડામાંથી નાના બાળકના બચવાનો આ કિસ્સો અસામાન્ય જેવો છે. કારણ કે અજગરના ભરડામાંથી કદી કોઈ બચી શકતુ નથી. જ્યારે અજગરે બાળકનો પગ પકડ્યો ત્યારે બાળકે હિંમતથી સામનો કરતા અજગરના મોઢા પર પથ્થરથી હુમલો કર્યો હતો. જેથી અજગર પોતાના મુખમાં આવેલા શિકારને છોડવા માટે મજબૂર થયો હતો.
આશિષની બહાદુરી અને સમજણથી આજે તેનો જીવ બચી ગયો.. ત્યાબાદ આશિષે સમગ્ર હકિકત પોતાના પિતાને વર્ણવી હતી. જે બાદ પિતાએ તુરંત જ વનવિભાગને જાણ કરી અને વન વિભાગે આવી મહાકાય અજગર નું રેસ્ક્યુ કર્યું હતું. અજગરના રેસક્યુબાદ ઇજાગ્રસ્ત આશિષને સારવાર માટે મેંદરડાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તપાસ કરતાં આશિષના ભગના ભાગે અજગરના 20 દાંતના નિશાન પડ્યા હોવાનું જણાવાયું હતું