અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એવો કિસ્સો સામે આવ્યો છે. જેના પર કોઈ વિશ્વાસ કરે એમ નથી. એક વ્યક્તિએ મોતના મુખમાંથી બહાર આવીને દિકરાને પત્ર લખીને કહ્યું કે મારા શરીના કેટલાક અંગો સારા છે. તે અંગોનુ દાન કરી દેજો.
આખો ઘટના ક્રમ પણ રોમાંચક છે. છેલ્લાં 4 વર્ષથી કિડનીની ગંભીર બિમારીથી પીડાઈ રહેલા લૂણાવાડાના ગીરીશચંદ્ર નિયમિતપણે ડાયાલિસીસ કરાવતા હતા. 12 મી નવેમ્બરે કોઈ કારણ સર બ્રેઇન હેમરેજ થતા લુણાવાડાની ખાનગી હોસ્પિટલમાં સારવાર વધુ સારવાર માટે રિફર કરાયા હતા. 15 મી નવેમ્બરે એ જ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી. સર્જરી પછી તેમની સ્થિતિમાં મહદઅંશે સુધાર આવ્યો. 19 મી નવેમ્બરમાં રોજ એક ચમત્કાર થયો. ગીરીશચંદ્ર ભાનમાં આવ્યા અને તરત પોતાના દિકરા મેહુલભાઇ પાસે એક કાગળ અને પેન માંગી ચબરખીમાં લખણ લખવાની શરૂઆત કરી.
ચબરખીમાં તેમણે લખાણ લખ્યુ કે “અંગદાન કરશો..મારા શરીરમાં કિડની સિવાય હાથ -પગ સહિતના તમામ અંગો સારા છે..બધા અંગો સાજા અને પાવરફુલ છે…અને પછી નીચે સહી કરી”
વાસ્તવમાં ગીરીશચંદ્રનો કહેવાનો મતલબ એવો હતો કે. જો તેઓ બ્રેઇનડેડ થઇ જાય તો તેમના શરીરના અંગોનું દાન કરી દેવામાં આવે. અંગોનું કેટલું મહત્વ હોય છે. તેની સમજણ ગિરીશભાઈને છેલ્લા 4 વર્ષથી લડી રહેલા યુદ્ઘના કારણે બખુબી ખ્યાલ હતો. જીવન અને મોત વચ્ચે યુદ્ધ લડી રહેલાં ગિરિશચંદ્રએ પોતાની અંતિમ ઈચ્છામાં પોતાના જ અંગોનું દાન કરી બીજાનું જીવન ઉજ્જવળ કરવાનું નક્કી કર્યુ. 1 લી ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં 47 દિવસથી તેમની સારવાર કરવામાં આવી. છેલ્લે 7મી જાન્યુઆરીના સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. બ્રેઈન ડેડ જાહેર કરતાં ગિરીશચંદ્રના દિકરા જે ભારતીય નેવીમાં ફરજ બજાવે છે. તેમણે સામે ચાલીને હોસ્પિટલને અંગદાન કરવા માટે જાણ કરી.
સિવિલ હોસ્પિટલની SOTTO(State Organ Tissue And transplant Organisation)ની ટીમ દ્વારા ગીરીશચંદ્ર જોષીના અલગ અલગ ટેસ્ટ કર્યા. જેમાં લીવરનું દાન મળવુ શક્ય હતુ. જેથી ટીમ દ્વારા તેમના બ્રેઇનડેડ શરીરમાંથી લીવરને રીટ્રાઇવ કરીને કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યું છે. ગિરિશચંદ્રના દિકરાએ કહ્યું કે મારા પિતાશ્રીના અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીના જીવનમાં બદલાવ આવ્યો તેનાથી મોટા ગર્વ લાગણી અમારા સમગ્ર પરિવારજનો માટે અન્ય કોઇ ન હોઇ શકે.