લગ્નમાં પરિવાર પોતાની લાડકી દીકરીને ગમે તેવું પાનેતર લાવી આપે છે. કારણ કે લગ્ન બાદ દીકરી ક્યારે પણ પોતાના માતા પિતા પાસે કંઈ માંગતી હોતી નથી. 25 સપ્ટેમ્બરે 23 વર્ષિય એલી લિવિંગવોટર અને તેમના જીવન સાથી ટિમોથી સાથે પોતાની દાદીએ પહેરેલા ગાઉન જ પહેરીને લગ્ન કર્યા. એલીનું કહેવુ છે કે દાદીને વિશ્વાસ ન હોતો પડી રહ્યો કે મે તેમના 60 વર્ષથી એક બેગમાં પેક કરેલા ગાઉન સાથે મારા જીવનની શરૂઆત કરવાનું નક્કી કર્યુ છે. તેમને તે કંઈ નહોતુ લાગતુ પરંતુ મારા માટે તે ખૂબ જ ખાસ ગાઉન હતુ.
આમ જોવા જઈએ તો એલી લિંવિંગવોટર માટે ડ્રેસ પહેરવાનો નિર્ણય ખુબ જ ભાવાત્મક છે, તેનુ મુળ કારણ છે કે તે દાદાને ક્યારે પણ મળી નથી, કુકના પતિ અને એલીના દાદાનુ 38 વર્ષ પહેલાં નિધન થઈ ચુક્યુ છે, પણ એલી માને છે કે તેઓ ખુબ જ સફળ રીતે લગ્નજીવન જીવ્યા છે અને તે જ કારણે તેણે પણ આ લગ્નનું પાનેતર પેહરવાનું નક્કી કર્યુ જેનાથી તેનું પણ લગ્ન જીવન સફળ બને. એલીના નિર્ણય બાદ તુરંત 60 વર્ષથી બેઝમેન્ટમાં બંધ બેગમાંથી તમામ કપડાં કાઢવામાં આવ્યા તેને વ્યસ્થિત રીતે ધોવામાં આવ્યા અને એલી પાસે લાવવામાં આવ્યા જ્યારે આ તમામ ડ્રેસને એલીએ ટ્રાય કર્યા તો તમામ ડ્રેસ હાથમાં ગ્લોવસ સેટ થાય તેમ સેટ થઈ ગયા. આ જોઈ તે એલીના દાદીને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે અત્યારની એલી અને તે સમયના તે પોતે એક જ સાઈઝના હતા, એલીના કહેવા પ્રમાણે મારા આ નિર્ણયથી તે ભલે ઘર છોડી જશે પણ દાદી સાથેન તેનો નાતો વધુ મજબુત કરશે.
મારા પિતા પણ અચંબીત થઈ ગયા હતા જ્યારે તેમણે જોયુ કે મે તેમની માતાએ પોતાના લગ્નમાં જે ડ્રેસ પહેર્યો હતો તે જ ડ્રેસ પહેરીને હું પણ લગ્ન કરવા જઈ રહી હતી.એલીનુ કહેવુ છે કે દાદી મને તેમના લગ્નના ડ્રેસમાં જોઈને ખુબ જ ભાવુક પણ થઈ ગયા હતા. પૌત્રીને પોતાનો લગ્નનો ડ્રેસ પહેરેલી જોઈને તેમની આંખમાંથી આસુ સરી પડ્યા. તે પળ મારા માટે ખુબ જ ખાસ હતો.