spot_img

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, 8 એપ્રિલ સુધી ચાલશે

સંસદનુ બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરુ થશે.સૂત્રોના જણાવ્યા અનુસાર બજેટ સત્રનો પહેલો ભાગ 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી અને બીજો ભાગ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી હોઈ શકે છે.બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. સરકાર પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલા બજેટ રજૂ કરશે. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સંસદનું સત્ર યોજવું સરકાર માટે મોટો પડકાર હશે. તે જ સમયે, સમાચાર એજન્સી ANI અનુસાર, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે વિનિયોગ (નંબર 5) અધિનિયમ, 2021 ને તેમની સંમતિ આપી છે જે સરકારને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વધારાના 3.73 લાખ કરોડ રૂપિયા ખર્ચવા માટે અધિકૃત કરે છે.

નાણામંત્રી નિર્મલા સિતારમન પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે.બજેટ સેશન 11 ફેબ્રુઆરી સુધી ચાલશે.જ્યારે બજેટનુ બીજ સેશન 14 માર્ચથી આઠ એપ્રિલ સુધી ચાલશે. આ વર્ષના બજેટમાં આમ આદમીને બહુ રાહત મળવાની આશા છે.31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહમાં રાષ્ટ્રપતિના ભાષણથી બજેટ સત્રની  શરુઆત થશે.જોકે બજેટ સત્ર પહેલા સંસદના 400 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે અને તે બાબત સરકાર માટે ચિંતાનો વિષય છે.સંસદના બજેટ સત્ર માટે પણ કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.શક્ય છે કે, તમામ સાંસદોના બજેટ સત્ર પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles