ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર (DGGI)ની અમદાવાદ ટીમે ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટા વેપારી અને ગુટખા કિંગ તથા તેમના સપ્લાયરોના ઠેકાણા પર રેડ કરી હતી. રેડ કેટલાક દિવસથી ચાલી રહી છે. રેડ દરમિયાન વેપાર સાથે જોડાયેલા એક સપ્લાયરના ઘરમાંથી 150 કરોડ રૂપિયા મળ્યા છે.
રેડની તસવીરમાં બે મોટી તિજોરી નોટોના બંડલથી ખચાખચ ભરેલી જોવા મળે છે. નોટના બંડલને પ્લાસ્ટિકના કવરમાં લપેટીને તેની પર પીળી ટેપ લગાવવામાં આવી છે. દરેક તસવીરમાં 30થી વધારે બંડલ જોવા મળી રહ્યા છે.
એક અન્ય તસવીરમાં આયકર વિભાગ અને જીએસટી અધિકારીઓને એક રૂમમાં ચાદર પર બેઠેલા જોઇ શકાય છે. તેમની ચારે તરફ કેસ પડેલી છે અને તેમની ગણના માટે ત્રણ મશીન લગાવવામાં આવ્યા છે.
એક સપ્લાયર ગુટખા વેપારીને અંતર અને કાચો માલ સપ્લાય કરે છે. નોટની ગણતરી માટે સ્ટેટ બેન્કના અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા.
જીએસટી અધિકારીઓ અનુસાર, વગર ઇ-વે બિલ બનાવ્યા વગર નકલી ઇનવોઇસ દ્વારા સામાન મોકલવામાં આવી રહ્યો હતો. ફેક ફર્મોના નામ પર આ નકલી ઇનવોઇસ બનાવવામાં આવ્યા હતા.
જીએસટી અધિકારીઓ અનુસાર, તે કંપનીના નામ પર ચલણ બનાવવામાં આવ્યા જે હાજર જ નથી. ફેક કંપનીના નામથી તૈયાર કરવામાં આવેલા તમામ ચલણ 50,000 રૂપિયાથી ઓછાના છે જેથી ઇ-વે બિલથી બચી શકાય. અધિકારીઓએ ફેક્ટરી બહારથી 4 આવા ટ્રક સીઝ પણ કર્યા છે.
વેપારીના ગોડાઉનમાંથી વગર જીએસટી ચુકવેલા આવા 200 નકલી ઇનવોઇસ મળ્યા છે. ફેક્ટરીની તપાસ કરવા પર કાચા માલની કમી જોવા મળી હતી.