આ તહેવારોની સીઝનમાં તમે ઓછા બજેટમાં સારી કાર લેવાનું વિચારી રહ્યા છો તો Datsun redi-Go તમારી માટે એક ઉત્તમ વિકલ્પ છે.. કેમ કે Datsun redi-Goની કિંમતો પર મોટો ફાયદો મળી રહ્યો છે.
આ તહેવારોની સીઝનમાં કંપની તરફથી Datsun redi-Go કાર ખરીદવા પર 40 હજાર સુધીનો ફાયદો મળી રહ્યો છે. જેમાં 20 હજાર રૂપિયા સુધીનું કેશબેક ડિસ્કાઉન્ટ, 15 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બેનિફિટ્સ અને 5 હજાર રૂપિયા કોર્પોરેટ ડિસ્કાઉન્ટ એમ મળીને કુલ 40 હજારનો ફાયદો થઇ રહ્યો છે. એટલાજ માટેર જો તમે તહેવારની સીઝનમાં કાર ખરીદવા માંગતા હોવ તો આ તમારી માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થઇ શકે છે. Datsun redi-Goના ફિચરની વાત કરવામાં આવે તો, 0.8 લીટરનું પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. 54bhp પાવરની સાથે 72Nmનું ટૉર્ક જનરેટ કરે છે. એવરેજીની વાત કરવામાં આવે તો કંપનીનો દાવો છે કે તેમની કાર 22નું એવરેજ આપે છે.