કોરોનાના કેસમાં વધારો થતાની સાથે જ માર્કેટમાં સંતરા, લીંબુ જેવા વિટામીન સી આપતા ફળોનું વેચાણ વધી જાય છે. માર્કેટમાં આ ફળોનું વેચાણ વધતાની સાથે જ ભાવમાં પણ અનેક ઘણો વધારો થઇ જાય છે. જો કે શિયાળામાં સવારના તડકામાં સંતરા ખાવાની મજા પણ કંઇક અલગ જ આવે છે.
સંતરા માત્ર સ્વાદમાં જ નહિં પરંતુ પૌષ્ટિક તત્વોથી પણ ભરપૂર હોય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર સંતરામાં ભરપૂર પ્રમાણમાં વિટામીન્સ હોવાથી એ શરીરમાં ઝડપથી ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. આ સિવાય સંતરામાં ફાઇબર, ફોલેટ, પોટેશિયમ, એન્ટી ઓક્સિડન્ટ જેવા સ્ત્રોત હોય છે જે અનેક બીમારીઓ સામે લડવામાં પણ મદદરૂપ બને છે.
આમ, આ બધી વાતની વચ્ચે તમે ખાસ એ જાણી લેજો કે તમે જ્યારે સંતરા બજારમાં ખરીદવા જાવો ત્યારે કઇ-કઇ બાબતોનું ધ્યાન રાખશો જેથી કરીને શરીરમાં નુકસાન નહિં પરંતુ ફાયદો થાય.
સંતરાની ન્યુટ્રિયન વેલ્યુ
કેલરી, 66, પાણીનું વજન 86%, પ્રોટીન, 1.3 ગ્રામ, કાર્સ્બ 14.8 ગ્રામ, ફાઇબર 2.8 ગ્રામ રહેલું હોય છે. આ સિવાય બીજા અનેક તત્વો પણ સારા એવા પ્રમાણમાં રહેલા હોય છે.
આ રીતે ખરીદો સંતરા
- સંતરા હંમેશા વજનદાર ખરીદો, વજનવાળા સંતરામાં રસ સારા એવા પ્રમાણમાં હોય છે.
- વધારે કડક સંતરા ખરીદવાનું ટાળો, કારણે આ પ્રકારના સંતરા અંદરથી કાચા હોય છે.
- જો તમે કડક સંતરા ખરીદો છો તો તેને થોડા દિવસો માટે ફ્રિજમાં મુકી દો જેથી કરીને એ પાકી જાય.
- બહુ ઢીલા અને ડાધા વાળા સંતરા ના ખરીદો, કારણે આ સંતરામાં અંદરથી સડો નિકળવાના ચાન્સિસ વધારે હોય છે. આ પ્રકારના સંતરાનો સ્વાદ પણ સારો નથી હોતો.
- સંતરાને હંમેશા રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરો નહિં તો એ ઝડપથી ખરાબ થઇ જશે.
- કોરોના કાળમાં સંતરા ખરીદો તો એને પહેલા બહાર ધોઇ લો અને પછી ખાવામાં ઉપયોગ કરો.