દેશમાં દિવાળીના દિવસોની ઉજવણી શરૂ થઇ ગઇ છે, 2જી નવેમ્બર અને મંગળવારે ધનતેરસના પર્વની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસના દિવસે ખરીદીને શુભ માનવામાં આવે છે, આ દિવસે લોકો સોના અને ચાંદીની ખરીદી કરતા હયો છે. સાથે જ ધનતેરસના દિવસે માતા લક્ષ્મીજી અને ભગવાન કુબેરની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. ત્યારે ધનતેરસના દિવસે ખાસ રાશી પ્રમાણે ખરીદીને ખાસ શુભ માનવામાં આવે છે.
મેષ રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે સોનાની ખરીદી અથવા પીતળના વાસણની ખરીદી કરવાથી આ રાશીના લોકોનું સ્વાસ્થ્ય સારૂ રહે છે.
વૃષભ રાશી- આ રાશીના લોકોએ ચાંદીની મૂર્તિ અથવા ઘરેણા ખરીદવા જોઇએ, જેનાથી જીવનમાં આવનારી આપત્તિઓ સામે લડવાની શક્તિ પુરી પાડશે
મિથુન રાશી- આ રાશીના લોકોએ કાંસાના વાસણની ખરીદી કરવી જોઇએ, જેનાથી તેમના જીવનમાં નિર્ણય શક્તિઓમાં વધારો થશે.
કર્ક રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે ચાંદીના વાસણ કે સિક્કાની ખરીદી કરવી જોઇએ, આમ કરવાથી તેમની સંપત્તિમાં વધારો થશે અને વિચલીત મનને શાંતિ મળશે
સિંહ રાશી- આ રાશીના લોકએ ધનતેરસન દિવસે તાંબાના વાસણની ખરીદી કરવી જોઇએ, જેનાથી આ રાશીના લોકોના ક્રોધ પર કાબુ રહેશ અને તેમની આદતોમાં સુધારો થશે.
કન્યા રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે ચાંદીના વાસણ, આભૂષણ કે માળાની ખરીદી કરવી જોઇએ, આ પ્રકારની ખરીદીબાદ લગ્નકરવા ઇચ્છા લોકોને સારા સમાચાર મળી શકે છે અને તેમની તેજસ્વીતામાં વધારો થશે.
તુલા રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે ચાંદીના લક્ષ્મીજી કે ગણેશજીની મૂર્તિની ખરીદી કરવી જોઇએ, જેનાથી નોકરી અને ધંધામાં આવતી મુશ્કેલીઓ હલ થતી જણાશે.
વૃશ્ચિક રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે તાંબા કે પીતળના વાસણો ખરીદવા જોઇએ, જેનાથી તેમનું દામ્પત્ય જીવન સુખી બનશે અને સંતોનો પરથી ઘાત ટળશે.
ધન રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે સોનાના સિક્કા કે પીતળના વાસણો ખરીદવાથી લાભ થશે. આ ખરીદીબાદ વર્ષ દરમિયાન આર્થિક તંગીની સમસ્યા હલ થશે.
મકર રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે કાંસના વાસણોની ખરીદી કરવી જોઇએ, જેનાથી વર્ષ દરમિયાન આવતી ઘાત ટળી શકે છે અને વાહન ખરીદીનો યોગ પણ બની શકે છે.
કુંભ રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે સ્ટીલના વાસણોની ખરીદી કરવી જોઇએ, જેનાથી આ રાશીનો લોકોને આર્થિક લાભ થઇ શકે છે અને સાથે આકસ્મિક લાભનો પણ યોગ બની શકે છે.
મીન રાશી- આ રાશીના લોકોએ ધનતેરસના દિવસે ચાંદી અને તાંબાના સિક્કાની ખરીદી લાભદાયક નિવડશે. આ ખરીદીબાદ મીના રાશીના લોકોના ખર્ચા કંટ્રોલમાં રહેશે અને પરિવારમાં થતાં વાદવિવાદનો સુખદ અંત આવશે.