મુંબઇ: લોકો માટે નવા વાહનની ખરીદી મુશ્કેલ બની ગઇ છે કારણ કે ઓટોમોબાઇલ કંપનીઓ દર ત્રણ-ચાર મહિને એક વાર વાહનની કિંમત વધારી છે. નવા વર્ષ 2022ની શરૂઆતમા જ એક અગ્રણી કાર કંપનીએ પોતાના તમામ પ્રકારના વાહનોની કિંમતમાં ચાર ટકાથી વધારે વૃદ્ધિ કરવાની ઘોષણા કરી છે.
મારૂતિ સુઝુકીએ વધારી કિંમત
ભારતમાં મારૂતિ સુઝુકીની કારનું વધારે વેચાણ થાય છે. કંપનીએ પોતાની વિવિધ કારની કિંમતમાં 0.1 ટકાથી લઇને 4.3 ટકા સુધી વધારો કરવાની ઘોષણા કરી છે. દિલ્હી શોરૂમમાં વિવિધ કાર મોડલની કિંમતમાં સરેરાશ 1.7 ટકાની વૃદ્ધિ થઇ છે. ભાવ વૃદ્ધિ સાથે નવી કિંમતો તાત્કાલિક લાગુ થશે.
આ સાથે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન સતત ચોથી વાર વાહનોની કિંમત વધારી છે. ગત વર્ષે જાન્યુઆરીમાં કંપનીએ 1.4 ટકા, એપ્રિલમાં 1.6 ટકા અને સપ્ટેમ્બરમાં 1.9 ટકા એમ કુલ 4.9 ટકા કિંમત વધારી હતી. નોંધનિય છે કે, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિત વિવિધ રો-મટિરિયલ મોંઘુ થવાના કારણે કારનો ઉત્પાદક ખર્ચ વધી રહ્યો છે જેના પગલે કંપનીઓ કિંમત વધી રહી છે.
આ કંપનીએ પણ ભાવ વધાર્યા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીએ મહિન્દ્રા એક્સયુવી700ની કિંમતમાં એકવાર ફરી વધારો કર્યો છે. કંપનીએ પાછલા વર્ષે ઓગસ્ટમાં તેને લોન્ચ કરી હતી. કંપનીએ તે સમયે તેના બેઝ મોડલની કિંમત રૂ. 12.49 લાખ નક્કી કરી હતી. લોન્ચિંગ બાદ એક્સયુવી700ના અલગ – અલગ વેરિયન્ટની કિંમત રૂ. 46,000થી લઇને રૂ. 81,000 સુધી વધી ગઇ છે.