જો તમે દર મહિને એક ફિકસ્ડ ઇન્કમ ઇચ્છો તો અમે તમારી માટે અમે એક શાનદાર આઇડિયા લઇને આવ્યા છીએ. જ્યા તમે કોઇ સરકારી બેન્ક સાથે જોડાઇને દર મહિને સારી કમાણી કરી શકો છો.
સરકારી બેન્ક બેન્કિંગ સર્વિસ આપે છે, આમ આદમીને પોતાની સાથે જોડાઇને કમાણીની તક પણ આપે છે.
તમે પણ કોઇ સરકારી બેન્ક સાથે જોડાઇને કમાણી કરવા માંગો છો, તો તમે બેન્ક મિત્ર બની શકે છે. દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક સમય સમય પર બેન્ક મિત્ર માટે અરજી મંગાવે છે.
દર મહિને 5000 રૂપિયાની કમાણી થશે
બેન્ક મિત્ર બનવાથી તમે કેટલીક રીતની કમાણી કરી શકો છો. કોઇ પણ વ્યક્તિનું ખાતુ ખોલવા, પૈસા જમા કરાવવા, પૈસા કાઢવા, તેનું ક્રેડિટ કાર્ડ અને બિલ ચુકવણી કરવા પર બેન્ક મિત્રને કમીશન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી જનધન યોજના (પીએમજેડીવાઇ) હેઠળ, તમામ બેન્ક મિત્રને 1.25 લાખ રૂપિયાનું ઋણ પણ આપવામાં આવે છે, જેમાંથી 50,000 રૂપિયાનું ઋણ સામાન વગેરે માટે 25,000 રૂપિયાનું ઋણ કામ માટે અને 50,000 રૂપિયાનું દેવુ વાહન માટે આપવામાં આવે છે. આ સિવાય બેન્ક મિત્રને દર મહિને 2000થી 5000 રૂપિયા ઇન્કમ તરીકે પણ આપે છે.
જાણો કોણ બની શકે છે બેન્ક મિત્ર
મહત્વપૂર્ણ છે કે જે વ્યક્તિ બેન્ક ખાતા ખોલાવવા, વીમા કરાવવા, પૈસા જમા કરાવવા સહિત અન્ય બેન્કના કામોમાં અન્ય લોકોની મદદ કરે છે, તેમણે બેન્ક મિત્ર કહેવામાં આવે છે. બેન્ક મિત્ર બનાવવા માટે તમારે સરકાર સાથે જોડાઇને કામ કરવુ પડશે.
આ દસ્તાવેજ હોવા જોઇએ
<< ઓળખ પત્ર માટે પાન કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અથવા વોટર આઇડી કાર્ડની કોપી
<< યોગ્યતા માટે 10માં ધોરણની માર્કશીટ અને ચરિત્ર પ્રમાણ પત્ર
<< વ્યવસાયિક એડ્રેસ માટે વિજળીનું બિલ, ટેલીફોનનું બિલ, રાશન કાર્ડ, આધાર કાર્ડ અથવા પાસપોર્ટની કોપી
<< પાસપોર્ટ સાઇઝના ફોટો અને બેન્ક પાસબુકની કોપી અથવા પછી કેન્સલ ચેક