અમેરિકાના કેલિફોર્નિયામાં એક પ્રેગ્નેન્ટ મહિલાએ બે જોડિયા બાળકોને જન્મ આપતા એક અનોખી ઘટના બની છે. આ મહિલાએ વર્ષ 2021 ના છેલ્લા દિવસ એટલે કે 31 ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં એડમિટ થઈ હતી અને તેણે રાત્રે 11:45 વાગ્યા પહેલા બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ, 15 મિનિટ પછી, બીજા બાળકને જન્મ આપ્યો હતો.
આ કારણે જ ટવીન્સ બાળકની જન્મ તારીખમાં વર્ષ બદલાઈ ગયું હતું અને પહેલા બાળકનો જન્મ વર્ષ 2021મા ને બીજા બાળકનો જન્મ 2022મા થયો હતો. ડિલિવરી બાદ, બાળકોની માતાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જુદા જુદા વર્ષોમાં બે જોડિયા બાળકોનો જન્મ થયો હોવાથી હવે બંને બાળકોનો જન્મ દિવસ અલગ અલગ સેલિબ્રેટ કરવામાં આવશે.
આ વિશે નેટિવિડેડ મેડિકલ સેન્ટરે ફેસબુક પોસ્ટ પર લખ્યું, આયલિન યોલાન્ડા ટ્રુજિલોએ શનિવારે 1 જાન્યુઆરીએ મોડી રાત્રે દુનિયામાં પ્રવેશ કર્યો, જેનાથી તે 2022માં નેટિવિડેડ મેડિકલ સેન્ટર અને મોન્ટેરી કાઉન્ટીમાં જન્મેલી પહેલી બાળક બની ગઈ. ત્યારે તેનો જુડવા ભાઈ અલ્ફ્રેડો એન્ટોનિયોનો 31 ડિસેમ્બરની રાત્રે 11:45 વાગ્યે જન્મ થયો હતો.આ સંયોગથી માતા અને પિતા બન્ને ચોંકી ગયા હતા કે તેમના બે જુડવા બાળકોનો જન્મ અલગ અલગ દિવસે સેલિબ્રેટ કરવામાં આવશે અને તેમની ઉંમરમાં પણ એક વર્ષનું અંતર રહેશે.