કોરોનાની ત્રીજી લહેર અનેક દેશોમાં લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે, ત્યારે ભારતમાં પણ ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે અને રોજના કોરોનાના હજારો કેસ સામે આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આ વખતે સૌથી વધારે કોરોનાનો શિકાર બોલિવૂડ સેલિબ્રિટીસ બની રહ્યા છે. ત્યારે હાલમાં જ અભિનેતા નકુલ મહેતાએ જાણકારી આપી હતી તે તેનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે. ત્યારે હવે નકુલની ફેમિલી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે, નકુલની પત્નિ અને તેનો દિકરો પણ કોરોના સંક્રમિત થયો છે.
ટીવી પર આવતી ‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ નકુલ મહેતાની પત્નિ જાનકી મેહતાએ ઇનસ્ટાગ્રામ પર દિકરા સૂફીની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં સૂફી હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. જાનકીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘ અમને એ વાતની તો ખબર હતી કે અમને આજે નહીં તો કાલે કોરોના થશે, પરંતુ પાછલા અઠવાડીયે જે થયું એ અમે સ્વપ્ને વિચાર્યું નહોતું. બે અઠવાડિયા પહેલાં નિકુલનો રિપોર્ટ પોઝેટીવ આવ્યો હતો, ત્યારબાદ મને પણ કોરોનાના લક્ષણો દેખાયા હતા અન એના બે દિવસબાદ દિકરા સૂફીને તાવ આવ્યો હતો અને સૂફીને કોવિડ ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સૂફીને ત્રણ દિવસબાદ ફિવર ઠીક થયો અને અમારું ટેન્શન દુર થઇ ગયું હતું.