spot_img

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં CBIનો સપાટો, CMના ભાઇના ઘરે પણ CBIએ કરી રેડ, જાણો શું મળ્યું રેડમાં

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.. સીબીઆઈએ ગેહલોતના ભાઈ અને અન્ય 17 પર ફર્ટિલાઈઝર સબસિડીના દુરઉપયોગનો કેસ દાખલ કર્યો છે. જોકે રાજસ્થાનનો આ રેલો હવે ગુજરાત આવી પહોંચ્યો છે.

ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી કરોડોની સબસિડી હજમ કરનારાના ડીસા, વડોદરા અને ગાંધીધામના કુલ 10 સ્થળોએ CBIએ દરોડા પાડ્યા છે. આ મામલે આજે ગુજરાત ઉપરાંત રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, દિલ્હીમાં લગભગ 15 સ્થળોએ વેપારીઓના ઘરે અને ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સીબીઆઈએ 15 જૂને ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ વગેરે સ્થિત ખાનગી કંપનીઓ અને તેના માલિકો, ભાગીદારો સહિત 15 લોકો સામે ઔદ્યોગિક મીઠાની આડમાં પોટાશની નિકાસ કરી રૂ. 52.8 કરોડનું નુકસાન પહોંચાડવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles