અમદાવાદમાં દિનપ્રતિ દિન ક્રાઈમ રેટ વધવા લાગ્યો છે. મોટા ક્રાઈમની નોંધ તો ચારે બાજુ લેવાય છે. પણ નાની નાની ઘટનાઓને કોઈ ધ્યાને લેતુ નથી. આજે એક ઘટના એવી બની છે. અમદાવાદ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં રહેતી એક વિધવા મહિલા પર કેન્ટોનબોર્ડના પૂર્વ મેમ્બર સુનીલ રામચંદ્ર સોનવાને ના પુત્ર જયદીપ સોનવાને દ્વારા હુમલો કરાયો. બાદમાં ગંભીર રીતે ઘાયલ મહિલાએ આરોપી વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદ કેન્ટોનમેંટ વિસ્તારના બંગલા નંબર 12માં સાયરાબેન જુલેશ સતવારા નામની મહિલા રહે છે. તેમના બંગલાની સામે જ કેન્ટોનબોર્ડના ભૂતપૂર્વ મેમ્બર સુનીલ રામચંદ્ર સોનવાણેએ સીસીટીવી લગાવી દીધા. મહિલાનો મહિલાને આશંકા હતી કે સીસીટીવી થકી તેમની અને તેમની પુત્રીની જાસુસી થઈ રહી છે. જે અંતર્ગત મહિલા સુનીલ સોનવણે સમક્ષ સીસીટીવી દુર કરવાની રજુઆત કરવા માટે પહોંચ્યા હતા. રજુઆતમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ કે સીસીટીવી થી તેમની અને તેમની પુત્રીની પ્રાઈવેસી ભંગ થઈ રહી છે. રજુઆત થઈ રહી હતી તે દરમિયાન સુનીવ સોનવણેના પુત્ર જયદીપે મહિલા ઉપર ગુસ્સે થઈને અપશબ્દો બોલવાની શરૂઆત કરી હતી. જયદીપ સોનવણે અપશબ્દો બોલતા બોલતા એક દંડો લઈ આવ્યો. વિધવા મહિલા પર ખભા પર, પીઠના ભાગે અને કમરના ભાગે હુમલો કરી દીધો. અચાનક થયેલા હુમલાથી સાયરાબેન બેભાન થઈ જતાં. તેમની પુત્રીએ 108 ની મદદથી બેભાન અવસ્થાનમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
ત્યારબાદ તેમન પુત્રીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી જયદીપ સુનીલ સોનવાને વિરૂદ્ઘ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી કલમ નંબર 323 અને 294 હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.