દેશના પહેલાં CDS જનરલ બિપિન રાવતના નાના ભાઈ અને રિટાયર્ડ કર્નલ વિજય રાવત આજે અચાનક ભાજપમાં જોડાયા. ઉત્તરાખંડમાં રહેતા વિજય રાવતે આજે સવારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
બુધવારે એટલે કે જે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે અચાનક મુલાકાત બાદ જનરલ બિપિન રાવતના નાના ભાઈ જેઓ પોતે કર્નલ રહી ચુક્યા છે તે ભાજપમાં જોડાઈ ગયા. વિજય રાવતના ભાજપમાં જોડાવાથી હવે સ્થાનિક લેવલે ચર્ચા શરૂ થઈ છે કે તેમને ઉત્તરાખંડની કોઈપણ વિધાનસભા સીટ પરથી ભાજપ ટીકિટ આપી શકે છે.
ભાજપમાં જોડાઈને વિજય રાવતે શુ કહ્યું
સવારે સીએમ સાથે મુલાકાત બાદ વિજય રાવતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ કે તેમની વિચારધારા ભાજપ જેવી છે. તે જ કારણથી ભાજપમાં જોડાયા છે. હું ભાજપ માટે પણ કામ કરવા માંગુ છુ. જો પાર્ટી મને વિધાનસભાની ચૂંટણી લડવાનું કહે તો હું તેના માટે તૈયાર છું. પાર્ટી જ્યાં ઇચ્છે ત્યાંથી મને મેદાનમાં ઉતારી શકે છે.
ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીના રોજ થવાનું છે મતદાન ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. અને પરિણામ 10 માર્ચે આવશે. ભાજપ ઉત્તરાખંડમાં પોતાની સત્તા બચાવવા માંગે છે. જેના કારણે ઘણા મજબૂત નેતાઓ ભાજપ છોડીને અન્ય ઘણી પાર્ટીઓના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે.
બિપિન રાવતનું 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 8 ડિસેમ્બરે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા અને અન્ય 12 જવાન તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયા હતા. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયો હતો, પરંતુ વરુણનું પણ એક સપ્તાહ સુધી જીવ સામે લડતા 15 ડિસેમ્બરે મૃત્યુ થયું હતું.