નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્પિનર અક્ષર પટેલે 20 જાન્યુઆરીના રોજ પોતાના 28મા જન્મદિવસે પોતાની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી હતી. અક્ષર પટેલે સોશિયલ મીડિયામાં સગાઇની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. ટીમ ઇન્ડિયાના સાથી ખેલાડીઓએ અક્ષર પટેલને અભિનંદન પાઠવ્યા હતા.
અક્ષર પટેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આજે આ જિંદગીની એવ નવી શરૂઆત છે, આજથી હમેશા એક સાથે. તમને હંમેશા માટે પ્રેમ. અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે જેમાં તે પોતાની ફિયાન્સીને રિંગ પહેરાવતો જોવા મળી રહ્યો છે. અક્ષર પટેલે ખૂબ યાદગાર રીતે પોતાની મંગેતરને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
View this post on Instagram