spot_img

મંકીપોક્સના લક્ષણો ધરાવતા દર્દીઓને આઇસોલેશનમાં રાખવા કેન્દ્ર સરકારે આપ્યો આદેશ

નવી દિલ્હીઃ ઘણા દેશોમાં મંકીપોક્સના કેસો સામે આવતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ હોસ્પિટલોને મંકીપોક્સના લક્ષણોણો ધરાવતા દર્દીઓની દેખરેખ રાખવા સૂચના આપી હતી. તે સિવાય આવા દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રાખવાના પણ નિર્દેશ અપાયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી માત્ર એક જ વ્યક્તિને મંકીપોક્સના સંક્રમણના લક્ષણો માટે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. આ વ્યક્તિ કેનેડાથી આવ્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણે ખાતે આ પેસેન્જરના નમૂનાની તપાસમાં ચેપની પુષ્ટિ થઈ ન હતી. મુસાફર ક્યા એરપોર્ટ પર પહોંચ્યો હતો તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી. બ્રિટન, ઇટાલી, પોર્ટુગલ, સ્પેન, કેનેડા અને અમેરિકામાં મંકીપોક્સના કેસ નોંધાયા છે.

શું મંકીપોક્સના કિસ્સામાં બાળકોને વધુ જોખમ રહેલું છે?

લિવરપૂલ યુનિવર્સિટી હોસ્પિટલ્સ એ.એચ.એસ. ફાઉન્ડેશન ટ્રસ્ટના ડો. હ્યુગ એડલરના જણાવ્યા પ્રમાણે કેટલાક દર્દીઓ એવા છે જેમણે મુસાફરી કરી નથી અથવા તો મંકીપોક્સના દર્દીઓના સંપર્કમાં આવ્યા નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે, જાહેર આરોગ્ય અધિકારીઓ આ રોગને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. મંકીપોક્સના કિસ્સામાં બાળકોને વધુ જોખમ રહેલું છે. પરંતુ આ કિસ્સામાં લક્ષણો ખૂબ જ હળવા હતા અને બધા જ બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા હતા.મંકીપોક્સ વિશે ચિંતા કરવાની કોઈ વાત નથી, હજુ તેનો ચેપ લોકોમાં ઝડપથી ફેલાવના ડરની બહાર છે.

મંકી પોક્સ શું છે?

મંકીપોક્સ એ ઝૂનોસિસ રોગ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. તે શીતળા જેવો ઓર્થોપોક્સ વાયરસ છે પરંતુ શીતળા કરતા ઓછો ગંભીર છે. તે સૌ પ્રથમ 1958 માં શોધાયો હતો.ત્યારબાદ લેબોરેટરીમાં તપાસ કરતા વાંદરાઓમાં શીતળા જેવા રોગના બે લક્ષણો જોવા મળ્યા હતા. ચેમ્બુર જનરલ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કન્સલ્ટિંગ ફિઝિશિયન ડૉ. વિક્રાંત શાહે આ માહિતી આપી હતી. વર્ષ 1970માં પ્રથમ વખત તે માનવમાં જોવા મળ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles