કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનકારો માટે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે કેન્દ્રિય કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનકારોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી એક કરોડથી વધુ કેન્દ્રિય કર્મચારીઓ અને પેન્શનકારને લાભ મળશે.
નોંધનીય છે કે આ વર્ષે જૂલાઇમાં સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાન વધારો કરી 28 ટકા કર્યો હતો. આ અગાઉ ડીએની ચૂકવણી 17 ટકાના આધારે થતી હતી. મોંઘવારી ભથ્થું વધવાથી બીજા એલાઉન્સમાં પણ વધારો થશે. જેમાં ટ્રાવેલ એલાઉન્સ અને સિટી એલાઉન્સનો સમાવેશ થાય છે. જ્યારે નિવૃતિ માટે પીએફ અને ગ્રેચ્યુઅટીમાં પણ વધારો થશે.