રાજ્યમાં છેલ્લા બે દિવસથી ખાતરના ભાવમાં વધારાની ચર્ચા ચાલી રહી હતી, જેના કારણે ખેડૂતોના પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ હતી રાજ્ય સરકાર સમક્ષ અનેક સંસ્થાઓએ અને હોદ્દેદારોએ રજુઆતો કરી પણ સરકાર દ્વારા કરો ભાવ વધારો પરત ખેંચવા માટે ખાનગી કંપનીઓ સમક્ષ ન તો કોઈ રજુઆત કરી કે પછી કોઈ નિર્ણય લેવાય, જેના બાદ કેન્દ્ર સરકારના રાસાયણ અને ફર્ટિલાઈઝર મંત્રી મનસુખ માંડવિયાએ મીડિયા સમક્ષ આવી તે આ મામલે સ્પષ્ટ કહી દીધુ કે સરકાર તરફથી ખાનગી કંપનીઓને ખાતરના ભાવ ન વધારવાના આદેશ અપાઈ ગયા છે અને ખેડૂતોને હવે પહેલાં જે ભાવે ખાતર મળતુ હતુ તે જ ભાવે ખાતર મળશે.
સરકારે ખાનગી કંપનીઓ માટે પણ વિચારણા કરતાં સબસીટી વધારી દીધી અને કેન્દ્ર સરકારે પોતાની તિજોરીમાંથી સબસીડિ આપી દીધી. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે અંતરરાષ્ટ્રીય માર્કેટમાં ખાતરના ભાવોમાં વધારો થયો છે તેમ છતાં તેની અસર સરકાર ખેડૂતો પર નહી થવા દે જેના માટે સરકારે ખાતર પર સબસીડિ વધારી છે.
સબસિડી બાબતે વાત કરતાં મંત્રીએ જણાવ્યુ હતુ કે DAP ખાતર પર સબસિડી 1200 રૂપિયાથી વધારીને 1650 કરાઈ છે, યુરિયા ખાતર પર સબસિટી 1500 રૂપિયાથી વધારીને 2000 કરાઈ છે, ઉપરાંત NPK ખાતર પર સબસિડી 900 રૂપિયાથઈ વધારીને 1015 કરાઈ છે, SSB ખાતર પર સબસિડી 315 રૂપિયાથી સબસિડી વધારીને 375 કરાઈ છે.