નવસારીમાં ધોળા દિવસે ચેઈન સ્નેચરો બેફામ બન્યા છે. કબીલપોરમાં આવેલી હરિ પાર્ક સોસાયટીમાં ઘરના ઓટલા પર બેઠેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન આંચકી ચેઈન સ્નેચરો ફરાર થયા અને આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ હતી, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટરસાઈકલ પર આવેલા બે અજાણ્યા શખ્સ પહેલા તો વૃદ્ધ મહિલા સાથે વાતો કરે છે અને ત્યાર બાદ અચાનક નજર ચૂકવી ચેઈન ચોરીને ફરાર થઇ જાય છે
ઉલ્લેખનીય છે કે બે દિવસ પેહલા પણ રાત્રિ દરમિયાન ચોરી કરવા આવેલા ચોર સીસીટીવીમાં કેદ થયા હતા. ત્યારે નવસારીમાં ધોળા દિવસે ચોરીની વધતી ઘટનાને લઈ ગ્રામ્ય પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.