ડોક્ટર્સને ભગવાનનુ બીજુ સ્વરૂપ મનાય છે, ડોક્ટરમાં ભગવાનનો વાસ હોય છે, ડોક્ટર્સનો પણ ધર્મ હોય છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના કે પક્ષપાત કર્યા વિના કોઈ પણ દર્દીની સારવાર તેને કરવાની હોય થે, આવો જ કિસ્સો સામે આવ્યો છે રશિયામાં (russia)માં જ્યાં એક ડોક્ટર અને તેના સાથીઓ અન્ય દર્દીના સારવાર માટે સ્પેસ શટલથી અંતરિક્ષમાં પહોંચી ગઈ અને અંતરિક્ષમાં રહેલા દર્દીની સારવાર કરી, આમ તો આ સ્ટોરી જરા ફિલ્મી લાગી રહી છે અને વાસ્તવમાં પણ આ ફિલ્મની જ કહાની છે.
રશિયન ફિલ્મ “ચેલેન્જ” માટે રોકેટમાં ઓલોગ નોવિત્સ્કિ, યુલિયા પેરેસિલ્ડ અને ક્લિમ શિપેંકે અતરિક્ષમાં પહોંચ્યા હતા, 5 ઓક્ટોબરે ફિલ્મના શુટિંગ માટે એક્ટ્રેસ અને ફિલ્મના ડિરેક્ટર્સ અંતરિક્ષ કેન્દ્રએ પહોંચી હતા, તેઓ 12 દિવસ સુધી અતરિક્ષમાં રહ્યા હતા. ફિલ્મમા એક સર્જનનો રોલ ભજવનારી પેરિસિલ્ડને એક અંતરીક્ષ યાત્રીને બચાવવા માટે અંતરિક્ષ કેન્દ્રમાં જવુ પડે છે, અને અતરિક્ષ કક્ષામાં જ ક્રુ મેમ્બરનુ ઓપરેશન કરવાની જરૂરિયાત હોય છે, અંતરિક્ષમાં 6 મહિનાથી વધુ સમય વિતાવનારા નોવેત્સ્કિ ફિલ્માં બીમાર અંતરીક્ષ યાત્રીનો રોલ ભજવી રહ્યા છે. ફિલ્મનો મહત્વના ભાગો અંતરિક્ષ કેન્દ્રમાં શુટ કરાયા છે અને અન્ય ભાગો રોકોટમાં શુટ કરાયા છે.
આ ફિલ્મનુ અંતરિક્ષના ભાગનુ શુટિંગ પૂર્ણ થઈ ગયુ હોવાથી, ગઈકાલે સાડા ચાર વાગ્યાની આસપાસ આ કેપ્યુલ કઝાકિસ્તાનમાં સુરક્ષિત રીતે લેન્ડ કર્યુ. ફિલ્મના શુટિગ માટે ક્રુ મેમ્બર 12 દિવસ અંતરિક્ષમાં રહ્યા અને અલગ અલગ એંગલથી ફિલ્મ શુટ કરાઈ હતી.