અર્થશાસ્ત્રના જાણકાર હોવાને કારણે આચાર્ય ચાણક્યને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે. નીતિશાસ્ત્રમાં આચાર્ય ચાણક્યએ મનુષ્યના જીવનના પહેલુઓને ઉંડાઇથી સમજાવ્યા છે. આ કારણ છે કે ચાણક્યની નીતિ આજના સમયમાં પણ પ્રાસંગિક છે.
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો વિશે જણાવ્યુ છે જેને ધ્યાનમાં રાખીને તમે વિપરીત પરિસ્થિતિઓને પણ આસાનીથી પાર કરી લો છો. આવી જ રીતે આચાર્ય ચાણક્યએ આવા વ્યક્તિ વિશે જણાવ્યુ છે જેનો સાથ ક્યારેય ના છોડવો જોઇએ.
શ્લોક
प्रलये भिन्नमर्यादा भवन्ति किल सागर:।
सागरा भेदमिच्छन्ति प्रलय शपि न साधव:।
આચાર્ય ચાણક્ય આ શ્લોકમાં કહે છે કે જ્યારે પ્રલયનો સમય આવે છે તો દરિયો પણ પોતાની મર્યાદા છોડીને કિનારાને તોડી નાખે છે પરંતુ બીજી તરફ સજ્જન વ્યક્તિ પ્રલયની જેમ ભયંકર આપત્તિ આવવા પર પણ પોતાની મર્યાદાઓને તોડતો નથી. તે ક્યારેય પણ ધીરજ ગુમાવતો નથી અને ગંભીરતા સાથે કામ કરે છે. મુશ્કેલ સમયમાં આવા વ્યક્તિ સંયમ રાખવામાં સફળ થાય છે અને સફળતાને મેળવે છે.
આચાર્ય ચાણક્યએ જણાવ્યુ કે વ્યક્તિને હંમેશા સંયમ, ધૈર્ય સાથે કામ કરવુ જોઇએ. બીજી તરફ આજના સમયની વાત કરીએ તો આ બન્ને શબ્દોનો અર્થ ખતમ થઇ ગયો છે. આજનો વ્યક્તિ સફળતા વચ્ચે આવેલી મુશ્કેલીઓને લાંઘ્યા પહેલા જ વચ્ચે દમ તોડી દે છે અથવા પછી વ્યક્તિની અંદર ધીરજ રાખવાની આટલી તાકાત નથી હોતી, જેને કારણે તે સફળતા મેળવવા માટે દરેક મર્યાદાને પણ તોડી નાખે છે. માટે આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં કહ્યુ છે કે જો કોઇ વ્યક્તિ તમારી આસપાસ છે જે ધીરજ, સંયમ સાથે કામ કરે છે તો તેનો સાથ ક્યારેય ન છોડો. કારણ કે તે વ્યક્તિ જ તમને આવનારા સમયમાં સફળતાનો સાચો અર્થ સમજાવી શકે છે.