છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવન શરૂ થયા છે. છતા તાપમાનમાં મોટો ફેરફાર ના થતા લોકો ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યા છે. જોકે, આગામી ચાર દિવસમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ અનુસાર, અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રી ગગડીને 29.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધીને 17.7 ડિગ્રી નોંધાયુ હતુ. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થવા છતા લઘુતમ તાપમાન ન ઘટતા લોકોએ દિવસમાં ડબલ સિઝનનો અનુભવ કર્યો હતો. રાજ્યમાં 12.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું.