ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. તેવામાં ખંધુ ચીન પેંગોંગ લેક પર પુલ બનાવી રહ્યું હોવાની માહિતી સામે આવી છે. ચીન દ્વારા પેંગોંગ લેક પુલ બનાવી રહ્યુ છે જેવી લંબાઈ હવે 400 મીટરને વટાવી ગઈ છે. આ પુલ પૂર્ણ થવાથી ચીનને આ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ લશ્કરી ધાર મળશે, જે પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે મહત્વપુર્ણ બિંદુ રહ્યું છે. ચીન પેંગોંગ લેક પર બનેલા ગેરકાયદે પુલને જલ્દી પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, આ બ્રીજની નવી સેટેલાઈટ તસવીરો પણ સામે આવી છે આ પુલ 8 મીટર પહોળો છે.
આ પુલ પેંગોંગના ઉત્તરી કાંઠે ચીની આર્મીના ફિલ્ડ બેઝની દક્ષિણમાં સ્થિત છે. 16 જાન્યુઆરીની સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ચીની બાંધકામ કામદારો ભારે ક્રેનની મદદથી બ્રિજના થાંભલાઓને કોંક્રિટ સ્લેબ સાથે જોડવાનું કામ કરી રહ્યા છે. બાંધકામની ઝડપને જોતા આ બ્રિજ થોડા મહિનામાં પૂર્ણ થઈ શકે છે. જેમાથી ચીનને 200 કિલોમીટરના રસ્તાને પાર કરવો નહી પડે.