રાજ્ય સરકારે આજે વર્ગના કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે. નિયમિત પગાર ધોરણમાં ફરદ બજાવતા કર્મચારીઓનો 2020-21ના વર્ષ માટે એક મહિનાનો એડહોક બોનસ ચુકવશે. એડહોક બોનસનો લાભ શરતોને આધીન મળશે.
ફક્ત વર્ગ 4ના કર્મચારીઓને આ બોનસ મળશે, અત્યારે જે કર્મચારીઓ ચાલુ નોકરીમાં હોય વર્ષ 2020-21માં જેમને સળંગ 6 મહિના નોકરી કરી હશે તે કર્મચારીઓને બોનસ મળશે. બોનસની ગણતરી સરેરાશ પગાર અથવા ગણતરી માટે મર્યાદા બંન્નેમાંથી જે ઓછુ હશે તે પ્રમાણે નક્કી થશે.
ઉપરાંત ત્રણ વર્ષ કે તેની વધુ વર્ષ માટે ઓછામાં ઓછા 240 દિવસ માટે કામ કરેલુ હોય તેના છુટક શ્રમિકોને એડહોક બોનસની ચુકવણીના હક્કદાર બનશે . છુટક મજૂરી કરતાં શ્રમિકો રૂ.1200 સુધીનું એડહોક બોનસ મળશે. બોર્ડ અને નિગમોમાં પ્રતિનિયુક્તિ પર હોય તે પણ બોનસ મેળવવા પાત્ર ગણાશે. જો કે બોર્ડ અને નિગમમાંથી જેમને એડહોક બોનસ મેળવી લીધુ હશે તેમને આ લાભ નહી મળે. રાજ્ય સરકાર હસ્તગત બોર્ડ અને કોર્પોરેશનમાં પણ આ નિયમ લાગુ પડશે. ઉપરાંત રાજ્ય સરકારના, પંચાયત અને પગારભથ્થાની 100 ટકા સહાયક અનુદાન મેળવતી સંસ્થા જેના વર્ગ 4 કર્મચારીઓને સરકારની મંજુરીથી અગાઉ બોનસ અપાયુ છે તેવી સંસ્થાના વર્ગ 4 કર્મચારીઓને આ નિયમ લાગુ પડશે.