યુકેની એક યુવતીનું નિવેદન સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે. 31 વર્ષની ક્લાઇમેન્ટ એક્ટિવિસ્ટ Laura Amherstએ કહ્યું કે તે યુનાઇટેડ કિંગડમની પ્રથમ ટોપલેસ વડાપ્રધાન બનશે. Laura Amherst છેલ્લા અનેક મહિનાથી ટોપલેસ થઇને ક્લાયમેન્ટ ચેન્જ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા પ્રદર્શન કરી રહી છે.
એક ન્યૂઝ વેબસાઇટના અહેવાલ અનુસાર, Laura Amherst આ સમયે પોલિટીકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. તેણે કહ્યું કે હું યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સનથી સારી રીતે સરકાર ચલાવી શકું છું. મને રાજનીતિ અંગે બોરિસ કરતા વધુ જ્ઞાન છે. આ વર્ષે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હું રાજનીતિમાં ધ્યાન આપીશ. હું વડાપ્રધાન બનવાનું પસંદ કરીશ. વડાપ્રધાન બનીને હું ટોપલેસ રહીશ. હું અન્ય લોકોથી અલગ દેખાઇશ.
તેણે કહ્યું કે મને નથી લાગતું નથી કે લોકો પોતાની વાત કહેવા પર લોકો આપત્તિ વ્યક્ત કરશે. હું રાજનીતિમાં મોટો ફેરફાર લાવવા માંગું છું. નોંધનીય છે કે તેણે ઇસ્ટ સસેક્સમાં પ્રથમવાર ટોપલેસ થઇને પ્રદર્શન કર્યું હતું.