spot_img

બ્રિટનમાં મંકીપોક્સ વાયરસનો કમ્યુનિટી સ્પ્રેડ શરૂ, હાઇ એલર્ટ પર સરકાર

કોરોના બાદ દુનિયા એક નવા પ્રકારની બીમારીની ઝપેટમાં આવી છે. આ રોગનું નામ મંકીપોક્સ છે, જે હવે કમ્યુનિટી ટ્રાન્સમિશન મારફતે ફેલાઇ રહ્યો છે. બ્રિટનની હેલ્થ એજન્સીના જણાવ્યા અનુસાર, દેશમાં મંકીપોક્સ વાયરસ ફેલાવા લાગ્યો છે. UKHSA ચીફ મેડિકલ એડવાઈઝર સુસાન હોપકિન્સે કહ્યું – અમે એવા કેસ શોધી રહ્યા છીએ કે જેમનો પશ્ચિમ આફ્રિકાની વ્યક્તિ સાથે કોઈ સંપર્ક નથી તેમ છતાં તેઓ રોગનો શિકાર બન્યા છે. તેમણે કહ્યું કે આ રોગ સામે લડી રહેલા લોકોનો દૈનિક ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. સુસાન હોપકિન્સ અનુસાર, આ રોગ ગ્રામીણ વિસ્તારો કરતાં શહેરી વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

તેમણે કહ્યું કે લોકોએ આ રોગ વિશે જાગૃત રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે મોટા ભાગના પુખ્તોમાં આ રોગના લક્ષણો હળવા હોઈ શકે છે તેથી મંકીપોક્સના લક્ષણોને અવગણશો નહીં અને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં જાણ કરો અને ડૉક્ટરનો સંપર્ક કરો. નોંધપાત્ર રીતે બ્રિટનમાં 7 મેના રોજ તાજેતરમાં નાઇજીરિયા ગયેલા દર્દીમાં આ રોગના લક્ષણો પ્રથમ વખત જોવા મળ્યા હતા. ધીમે ધીમે આ રોગ હવે યુરોપ અને ઉત્તર અમેરિકામાં પણ ફેલાઈ રહ્યો છે.

મંકીપોક્સ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતા બેડ અથવા ટુવાલનો ફરીથી ઉપયોગ કરવાથી ફેલાય છે. લક્ષણોમાં તાવ, સ્નાયુમાં દુખાવો, શરદી, થાક અને હાથ અને ચહેરા પર અછબડા જેવા ફોલ્લીઓનો સમાવેશ થાય છે. આ રોગ માટે કોઈ અલગ સારવાર નથી, પરંતુ શીતળા સામે રસીકરણ મંકીપોક્સને રોકવામાં લગભગ 85 ટકા અસરકારક હોવાનું જણાયું છે. યુકેના અધિકારી નદીમ જાહવીના જણાવ્યા અનુસાર, સરકારે શીતળાની રસીનો સ્ટોક ખરીદવાનું શરૂ કર્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles