ગુજરાત યુનિવર્સિટીમા વર્ષ 2006થી 2012માં વિદ્યાર્થીઓ ઘટ્યા હોવા છતા પણ પરીક્ષા ખર્ચમા અધધ વધારો થતા યુનિવર્સિટી સામે ફરિયાદ કરવામા આવતા 10 વર્ષ બાદ વિજિલન્સની ટીમે ગુજરાત યુનિવર્સીટીમાં તપાસ શરૂ કરી છે.
ગુજરાત યુનિવર્સીટીમાં વર્ષ 2006થી 2011 દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યામા ઘટાડો નોંધાયો હતો પરંતુ ખર્ચની વાત કરવામા આવે તો અન્ય વર્ષોની સરખામણીએ 18 કરોડ રૂપિયા વધુ થયો હતો. જેની ફરિયાદ તત્કાલિન સિન્ડીકેટ સભ્ય મનિષ દોશીએ કુલાધિપતિને કરતા 10 વર્ષ બાદ વિજીલન્સની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં તપાસ હાથ ધરી હતી.
ટીમ દ્વારા આશરે 2 ક્લાક સુધી તપાસ હાથ ધરવામા આવી હતી જેમાં મનિષ દોશીએ પોતાનો જવાબ રજુ કરીને પુરાવાઓ ટીમને આપ્યા હતા. મનિષ દોશીએ ફરિયાદ કરી હતી કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જે ગ્રાન્ટ આપવામા આવે છે તેનો પણ દુરઉપયોગ કરવામા આવ્યો છે.જે ગ્રાન્ટના રૂપિયામાથી કોમ્યુટર ખરિદવાના હતા તેનો પણ હેતુફેર કરીને અન્ય જગ્યાએ ગ્રાન્ટનો ઉપયોગ કરવામા આવ્યો છે. દસ વર્ષ અગાઉ થયેલી ગેરરીતિની ફરિયાદની હવે 10 વર્ષ બાદ તપાસ શરૂ થતાં સૌને આશ્ચર્ય થયું છે.