પૂર્વોતરના પ્રવાસે નીકળેલાં ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદી સંગઠનોની શરણાગતિ અને હિંમત સરકારના 1 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ માટે આસામના પ્રવાસ પર છે. આજે તેમણે હિમંત સરકારનું એક વર્ષ પૂરું થવા પ્રસંગે ગુવાહાટીમાં એક રેલીને સંબોધિત કરી હતી અને કહ્યું હતું કે કાયદો-વ્યવસ્થામાં સુધારો અને ઉગ્રવાદી સંગઠનો સાથે શાંતિ સમજૂતીને લીધે આસામના અનેક ભાગોમાંથી AFSPAને હટાવી લેવામાં આવ્યો છે અને તેમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં તે સમગ્ર રાજ્યમાંથી હટાવી લેવામાં આવશે. વર્તમાન સમયમાં આસામના 9 જિલ્લામાં આ કાયદો લાગૂ જ્યારે 23માંથી હટ્યો છે.
વધુમાં શાહે આસામ પોલીસને પ્રેસિડેન્ટ કલર એવોર્ડથી પણ સન્માનિત કર્યાં. આસામ પોલીસને આ સન્માન રાજ્યમાં ગુનાને ઓછા કરવા, કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને સારા પ્રદર્શન માટે આપવામાં આવ્યો છે.