spot_img

હાર્દિક પટેલના બદલાતા સૂર, ‘સૌથી મોટો રામભક્ત છું’ ભાજપના ભરપેટ કર્યા વખાણ

ચૂંટણી પહેલાં એક પછી એક નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યાં છે ત્યારે હાર્દિક પટેલ પણ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી શકે છે. તેમણે પોતાની નારાજગી ખુલીને વ્યક્ત કરી છે. તેમની ભાજપમાં જોડાવાની અટકળો પણ તેજ બની છે.ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યાં છે ત્યારે હવે હાર્દિક પટેલની વધતી નારાજગી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી સામે ખુલ્લેઆમ બળાપો કાઢી રહેલા હાર્દિક પટેલ પણ કોંગ્રેસ છોડે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.  હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસનું નેતૃત્વ નબળું છે.

પોતાને સૌથી મોટા રામભક્ત કહી રહેલાં હાર્દિક પટેલ ભાજપની બોલી બોલતા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ શકે તેવી અટકળોએ પણ જોર પકડ્યું છે. આ મુદ્દે સી.આર પાટીલે કહ્યું કે અનેક નેતાઓને ભાજપની કામગીરીથી પ્રભાવિત છે તો બીજી તરફ દિલિપ સંઘાણી કહે છે કે સમાજનાં આંદોલનનાં નામે રાજકારણમાં પ્રવેશ કરનાર હાર્દિક પટેલે પાટીદાર સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. ખુલીને કોંગ્રેસ સામે આક્ષેપો કરી રહેલાં હાર્દિક પટેલ નવા જૂની કરશે એ તો નક્કી મનાઇ રહ્યું છે. આમ આદમી પાર્ટી પણ તેમને જોડાવા માટે આમંત્રણ આપી ચૂકી છે ત્યારે હવે તેમનું ક્યાં હાર્દિક સ્વાગત થાય છે તે જોવાનું રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles