રાજ્યમાં થોડા દિવસોથી કોરોનાના કેસ સતત 200ને પાર આવી રહ્યા છે. જેમાં રવિવારે પણ આ સીલસીલો યથાવત રહેવા પામ્યો હતો. ત્યારે કોરોનાના કેસ ચિંતાજનક વધી રહ્યા છે, ત્યારે કદાચ આગામી તહેવારોમાં આપડે કોવિડ ગાઇડલાઇનનું સખત રીતે પાલન કરવું પડી શકે છે.. કેમ કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 244 કેસ નોંધાયા છે. જ્યારે આજે કોરોના મોત નથી થયું.
સ્વાસ્થ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત આંકડા અનુસાર, રાજ્યમાં નવા 244 કેસ પૈકી સૌથી વધુ 120 કેસ એકલા અમદાવાદમાં જ નોંધાયા છે. આ સિવાય સુરતમાં 38, વડોદરામાં 34, રાજકોટમાં 10 કેસ, તો ભાવનગર-વલસાડમાં 6-6 કેસ સામે આવ્યા છે. જ્યારે જામનગર, સુરેન્દ્રનગરમાં 4-4, આણંદ, મહેસાણા, નવસારીમાં 3-3 કેસ તેમજ ખેડા અને કચ્છ જિલ્લામાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં 131 સંક્રમિત દર્દીઓ સાજા થઈ ચૂક્યાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 12,15,323 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. નવા નોંધાતા કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાના કારણે રિકવરી રેટ ઘટીને 99 ટકા પર પહોંચી ચૂક્યો છે.
છેલ્લી સ્થિતિ મુજબ, રાજ્યમાં કોરોનાના કુલ 1374 એક્ટિવ કેસો છે. જે પૈકી 5 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેઓની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. જ્યારે 1369 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10946 નાગરિકોને ભરખી ચૂક્યો છે.