રાજ્યમાં કોરાના સંક્રમણ(Covid) દિવસે દિવસે વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10,150 કોરોના કેસ આવ્યા. છેલ્લા 24 કલાકમાં 8 લોકોએ કોરોનાથી દમ તોડ્યો છે. ફક્ત 6096 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોન સંખ્યા 63 હજારને પાર પહોંચી ગઈ છે. એક્ટિવ કેસોમાથી વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 83 દર્દીઓ વેન્ટિલેટર છે.
મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3264 કેસ નોધાયા છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો 2464 કેસ નોંધાયા છે , વડોદરા શહરમાં 1151 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમા 378 કેસ નોંધાયા છે ભાવનગર શહેરમાં 322 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે ગ્રામિણ વિસ્તારોના સ્થાને શહેરોમાં કોરોના સંક્રમણ ખુબ જ ઝડપી વધી રહ્યુ છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને પ્રથમ 124 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 2079 ને રસીનો પ્રથમ 9108 નાગરિકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 21235ને પ્રથમ24619 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 66648 રસીના ડોઝ અપાયા હતા. આ ઉપરાંત 14716 રસીના પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 1,38,536 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 9,47,98,818 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.