કોરોનામાં નિધન થયેલા વ્યક્તિઓના પરિવારજનોને આર્થિક સહાય માટે ગુજરાત સરકારે નવો ઠરાવ કર્યો છે. કોરોનામાં નિધન થયેલા કારણોમાં કેટલાક ફેરફાર કરાયા છે. સરકારના નિર્ણયથી કોવિડના કારણે નિધન પામેલા ઘરના મોભીના પરિવારજનોને સહાય મેળવા માટે આસાની રહેશે.
કેન્દ્રના નિર્દેશોને સુપ્રીમ કોર્ટેમાંથી મંજૂરી મળ્યા બાદ 15 નવેમ્બરથી કોવિડના કારણે ઘરના મોભીઓ ગુમાવનાર પરિવારને સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આજે સરકારે વધુ એક ઠરાવ કરીને સહાય મેળવવા માટે વધુ મુદ્દાઓ ઉમેરવામાં આવ્યા છે.
હોસ્પિટમાં કોરોનાની સારવાર લીધાના 30 દિવસમાં કોઈ દર્દીનું નિધન થયુ હશે તે પણ કોરોનાથી નિધન ગણાશે. દર્દી કોઈપણ ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો હોય અને બાદમાં મૃત્યુ પામ્યો હશે, તેને પણ કોરોનાથી મૃત્યુ થયાનું ગણાશે. દર્દી હોસ્પિટલ અથવા ઈન પેશનન્ટ ફેસેલિટીમાં સારવાર લેતા હોય તે દરમિયાન અને 30 દિવસ પછી પણ આ સારવાર ચાલુ રહે ત્યારબાદ મૃત્યુ પામે તેને કોવિ઼ડથી નિધન થયાનુ ગણાશે. ઉપરાંત પોઝિટીવ આવ્યા બાદ થયેલા મૃત્યુ પણ કોરોનાથી મૃત્યુ થયાનું પણ ગણાશે. પરિવારજનોને ડેથ સર્ટિફિકેટમાં કોરોનાથી નિધન ન લખ્યુ હોય તે માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત દર્દી પોઝિટીવ થયાના 30 દિવસમાં આપઘાત કર્યો હશે તેને પણ કોવિડથી નિધન થયાનુ ગણાશે. પરંતુ ઝેર, હત્યા, અકસ્માત મૃત્યુ વગેરે કારણે થતાં મૃત્યુ કોવિડથી થયેલા નિધનમાં ગણાશે નહી. ફોર્મ 4 અને ફોર્મ 4 એમાં મૃત્યુનું કારણ કોવિડ 19 દર્શાવ્યુ હોય. તે કિસ્સાઓને ગણવું.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને સર્ટીફિકેટ આપવા માટે સમિતિ તૈયાર કરવામાં કરાઈ છે. સમિતિ અલગ અલગ મુદ્દાઓ ચકાસ્યા બાદ દર્દીઓનુ મોત કોરોનાથી થયુ છે તેની ખરાઈ કરશે. ખરાઈ કર્યા બાદ જ સર્ટિફિકેટ દર્દીના પરિવાજનને આપવામાં આવશે.