spot_img

રાજ્યમાં સતત વધતો કોરોનાનો વ્યાપ, પાછલા 24 કલાકમાં નોંધાયા 416 નવા પોઝેટીવ કેસ

રાજ્યમાં ફરી કોરોના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. છેલ્લા 10 દિવસમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 416 કેસ નોંધાયા છે. રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે. છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. જેમા છેલ્લા 24 કલાકમાં કરોનાના નવા 416 કેસ નોંધાયા છે. જ્યારે 230 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 184 કેસ નોંધાયા છે જ્યારે સુરતમાં 90 કેસ અને વડોદરામાં 43 કેસ નોંધાયા છે. તો રાજકોટમાં 16 અને ભાવનગરમાં 15 કેસ નોંધાયા છે. તો ગાંધીનગરમાં 19 અને જામનગરમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે કચ્છમાં 7, ભરૂચમાં 5, મહેસાણામાં 3, નવસારીમાં 3, અમરેલીમાં 2,આણંદમાં 2 કેસ નોંધાયા છે.

જો કે ચિંતાની વાત એ છે મહાનગરોની સાથે હવે ગ્રામ્યમાં પણ સંક્રમણ વધી રહ્યુ છે. એક્ટિવ કેસની જો વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1900ને પાર પહોંચ્યો છે. અને એક્ટિવ કેસ 1927 થયા છે. રાજ્યમાં સતત 2 દિવસથી 400થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. રાજ્યનો રિકવરી રેટ 98.95 ટકા થયો છે. તો સતત આઠમાં દિવસે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયુ નથી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles