ભારતે 100 કરોડ કોરોના રસીકરણના જાદુઇ આંકડાને પાર કર્યો છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક ખાસ કાર્યક્રમમાં સામેલ થઇ રહ્યા છે.
પીએમ મોદીએ ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ કહ્યુ, ભારતે ઇતિહાસ રચ્યો. અમે ભારતીય વિજ્ઞાન, ઉદ્યમ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાની વિજય જોઇ રહ્યા છીએ. 100 કરોડ રસીકરણને પાર કરવા પર ભારતને શુભેચ્છા. અમારા ડૉક્ટર, નર્સ અને આ સિદ્ધિ મેળવવા માટે કામ કરનારા તમામ લોકોનો આભાર.
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોરોના રસીકરણના રેકોર્ડ પર કહ્યુ કે મહામારીના આ સમયમાં જે રીતે લોકોએ અનુશાસન રાખ્યુ, કોરોનાના તમામ દિશા-નિર્દેશોનું પાલન કર્યુ અને પોતાની ઇચ્છાશક્તિ, આત્મશક્તિ અને પોતાના વિશ્વાસને બનાવી રાખ્યુ તેનું પરિણામ છે કે આજે દેશે 100 કરોડ કોવિડ-19 વેક્સીનેશનનો આંકડો પાર કર્યો છે.
કોરોના રસીકરણના ઇતિહાસ બનવાની સાથે નવો આંકડો પણ સામે આવ્યો છે. ભારતની 18+ વસ્તીના 74.9 ટકાથી ઓછા એક ડોઝ લઇ ચુક્યા છે અને 18+ વસ્તીના 30.9% પુરી રીતે વેક્સીનેટેડ થઇ ચુક્યા છે.