ગાંધીનગરઃ દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના બે કેસ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં પણ ઓમિક્રોનની એન્ટ્રી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાસ્તવમાં જામનગરમાં આજે આફ્રિકા ટ્રાવેલની હિસ્ટ્રી ધરાવતા એક વ્યકિતનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા દોડધામ મચી ગઇ હતી. ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામા આવ્યા છે.
જામનગરમાં કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. આ કેસ ઓમિક્રોન વેરિયન્ટ શંકાસ્પદ જાહેર થયો છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા બેવડાઈ છે.